વન વિભાગે કૂવામાં પડી ગયેલા શિયાળને બચાવ્યું - Porbandar letest news
પોરબંદરઃ શિયાળાની ઋતુ ચાલી રહી છે, ત્યારે ઠંડી થી બચવા લોકો જ નહીં પણ પશુ પક્ષીઓ પણ અનેક પ્રયત્ન કરતા હોય છે. પોરબંદરમાં આવેલ રિણાવાડા ગામે આવેલ કૌશિકભાઈ થાનકીની વાડીમાં રાત્રીએ ઠંડીથી બચવા જતા એક શિયાળ કૂવામાં ખાબક્યું હતું. કૂવામાં પાણીનો અવાજ આવતા રાત્રીના સમયે હાજર રહેલા વ્યક્તિએ ડોકિયું કરતા તેમાં શિયાળ હોવાનું જણાયું હતું અને તેને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ વહેલી સવારે વન વિભાગની ટિમ દ્વારા ખાટલો કૂવામાં ઉતારી આ શિયાળને બચાવવામાં આવ્યું હતું.