ધાંગધ્રાના નારીચાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો - સુરેન્દ્રનગર SOG
ધાંગધ્રાઃ સુરેન્દ્રનગર SOG પોલીસે ધાંગધ્રા તાલુકાના નારીચાણા ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડયો હતો. કોઇપણ જાતની તબીબી ડિગ્રી કે સર્ટિફિકેટ ન હોવા છતાં ક્લિનિક ખોલી લોકોની સારવાર અને તપાસ કરતો હતો. છેલ્લા 10 વર્ષથી બોગસ ડોક્ટર બની લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. બોગસ ડોકટરના કલીનીકમાંથી એલોપેથીક દવા સહિત રૂપિયા 95230 નો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે.