પોરબંદરમાં 23 થી 28 ઓગસ્ટ સુધી યોજાશે જન્માષ્ટમી લોકમેળો
પોરબંદરઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ પોરબંદર નગર પાલિકા દ્વારા જન્માષ્ટમી પર લોક મેળા નું આયોજન કરાયુ છે. પોરબંદરની ચોપાટી પર આયોજિત આ મેળા ની મોજ માણવા અનેક લોકો આતુર હોય છે. ત્યારે પોરબંદર નગરપાલિકાની એક્ઝીક્યુટીવ કમિટી દ્વારા નિર્ણય લેવાયો હતો કે જનમાષ્ટમી લોકમેળાનું આયોજન તારીખ 23 ઓગસ્ટ થી 28 ઓગસ્ટ તેમ કુલ 6 દિવસ સુધી યોજેશે. ચીફ ઓફિસર આર જે હુદડ અને નગર પાલિકા પ્રમુખ અશોક ભાઈ ભદ્રેચા ના જણાવ્યા અનુસાર નગર પાલિકા દ્વારા દર વર્ષે ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ પર પરંપરાગત રીતે જન્માષ્ટમી લોક મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ વ્યવસ્થિત રીતે લોકો મેળાની મોજ માણી શકે તેવું આયોજન પાલિકા દ્વારા કરવાં આવશે .