સાબરકાંઠાના હિંમતનગરના ગઢોડા ગામની ફેક્ટરીમાં લાગી આગ, સ્થાનિકોએ આગ બુજાવી - ગઢોડા આગ
હિંમતનગરઃ શુક્રવારની સાંજના સમયે હિંમતનગરના ગઢોડા ગામે અચાનક આગ લાગતા સમગ્ર વિસ્તારમાં દોડધામ સર્જાઇ હતી, જોકે સ્થાનિકોએ ગામ નજીક આવેલી ફેક્ટરી પર તાત્કાલિક ધોરણે પાણીનો મારો ચલાવતા કાબુમાં લેવાઇ છે. તેમજ જાનહાની ટળી છે. કોલસાના પગલે ચીમની ધરાવતી એક ફેક્ટરીમાં આગ લાગી હતી. જેના પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ સર્જાઇ હતી, આગ લાગવાને પગલે સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, તેમજ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જોકે આગ વધુ ફેલાય તો જાનહાનિ થઈ શકે તેમ હતું, પરંતુ સ્થાનિકોએ કરેલા પ્રયાસની પગલે આગ કાબુમાં આવી હતી. જેના પગલે હિંમતનગર નગરપાલિકાના ફાયર ફાયટરોએ પણ જાણ કરાઇ ન હતી. જોકે સ્થાનિકોએ અગમચેતી રાખવામાં પગે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ કાબૂ મેળવી લેવાયો હતો. જોકે આ ફેક્ટરીમાં અચાનક આગ લાગવાના ચોક્કસ કારણ ને જાણી શકાયું નથી. પરંતુ આગના વધતા બનાવો સામે જાગૃતિનું પ્રમાણ ઓછું છે એ નક્કી બાબત છે.