અંકલેશ્વર પંથકમાં કમોસમી વરસાદના પગલે ડાંગરનાં પાકને નુકસાન - Ankleshwar minus the rainfall
અંકલેશ્વરઃ નવેમ્બર માસમાં કમોસમી વરસાદ વરસતા ધરતીના તાત પર જાણે આફત તૂટી પડી છે. ભારે પવન સાથે વરસેલા વરસાદના પગલે અંકલેશ્વર પંથકમાં ઠેર ઠેર ડાંગરનાં પાકને વ્યાપક નુકશાન થયું છે. વરસાદ અને પવનના કારણે ડાંગરનો ઉભો પાક ખેતરમાં જ પડી ગયો છે. જેના કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. આ ઉપરાંત અંકલેશ્વર પંથકમાં કપાસ અને શાકભાજીના પાકને પણ વ્યાપક નુકશાન પહોચ્યું છે. સરકાર દ્વારા આ નુકશાનીનું વળતર આપવામાં આવે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.