બોટાદમાં કમોસમી વરસાદના કારણેે કપાસના પાકને વ્યાપક નુકશાન - કપાસના પાકને વ્યાપક નુકશાન
બોટાદઃ જિલ્લાના રાણપુર તાલુકાના બોડીયા ગામે કમોસમી વરસાદના કારણે કપાસના પાકને નુકસાન થયુ હતું. બોડીયા ગામના ખેડૂતોના જણાવ્યાં અનુસાર 40થી 50 ટકા કપાસના પાકને થયેલા નુકસાનની ભીતી છે. સરકાર પાસે સર્વે કરાવી વળતર મેળવવા ખેડૂતોએ માગ કરી છે.