સુરત મનપાની સ્થાયી સમિતિની બેઠકમાં હદ વિસ્તરણનું કામ મુલત્વી રખાયું - Suratgujaratinews
સુરત: મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા સુરત મહાનગર પાલિકાના હદ વિસ્તરણને લઈને કામગીરી પુરજોશમાં ચાલી રહી હતી. આ વચ્ચે સુરત મનપાની સ્થાયી સમિતિની બેઠકમાં હદ વિસ્તરણનું કામ મુલત્વી રાખવા આવ્યું છે. મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા સુરત મનપામાં 22 ગામો અને 2 નગરપાલિકાને સમાવવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સામે લાવવામાં આવી હતી. સાથે નવા ઠરાવ બાબતે ફરીવાર જે તે ગામો સાથે સંકલન કરીને ચર્ચા કર્યા બાદ નવો નિર્ણય લેવામાં આવશે.