ગુજરાત

gujarat

ETV Bharat / videos

પોરબંદરમાં ખેડૂતોને ગાયનું મહત્વ સમજાવી પ્રાકૃતિક ખેતી તરફ વળવા રાજ્યપાલનો આહ્વાન - Porbandar news

By

Published : Jan 31, 2020, 11:52 AM IST

પોરબંદરઃ શહેરમાં સાંદીપની વિદ્યાનિકેતનના પરિસરમાં આતિથ્ય ભવનનું ઉદ્ઘાટન કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાંદિપની પધાર્યા હતા અને તેઓએ વર્તમાનમાં ચાલી રહેલા આતંકવાદમાં શત્રુતા અંગે વક્તવ્યમાં જણાવતા કહ્યું હતું કે, લોકો એકબીજાને સામે શત્રુ ભાવનાથી લડી રહ્યા છે જેમાં અજ્ઞાનતા છે. મનુષ્યો એકબીજાને પોતાના શત્રુ માની બેઠા છે, વેદ માત્ર હિન્દુ માટે નથી વેદ ઈશ્વર છે, તેમ કહી વસુદેવ કુટુંબકમની ભાવના કેળવવા જણાવ્યું હતું. આ ઉપરાંત લોકોના ખાનપાનમાં યુરિયા ખાતર અને રાસાયણિક દવાઓથી બનેલા વનસ્પતિનો ઉપયોગ બંધ કરવાનું તથા શુદ્ધ પ્રાકૃતિક ખેતી કરવા જણાવ્યું હતું, તેઓ ચાર વર્ષ હિમાચલ પ્રદેશમાં હતા તે સમયે હિમાચલ પ્રદેશને 2022 સુધીમાં ઝેર મુક્ત પ્રદેશ બનાવવાનું બીડું ઝડપ્યું છે, ત્યારે ગુજરાતમાં પણ 25000 જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની ટ્રેનીંગ આપવામાં આવી છે. દર અઠવાડિયે 8000 જેટલા ખેડૂતો પ્રકૃતિ ખેતીની ટ્રેનિંગ લઈ રહ્યા છે અને દેશી ગાય વિશ્વની માતા ગણાવી એક ગ્રામ ગોબરમાં 300 કરોડ જીવાણું છે જે જમીન ફળદ્રુપ બનાવે છે. આમ, ખેડૂતોએ કોઈપણ ખર્ચ કર્યા વગર પ્રાકૃતિક ખેતી તરફ વળવા જણાવ્યું હતું અને સાંદિપનીમાં આવેલ ગૌશાળાની પણ મુલાકાત લીધી હતી અને ગૌ પૂજન પણ કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details