Exclusive: કોરોના અંગે DG સુરજીત સિંઘ સાથે ETV BHARATની વાતચીત - ડીજી સુરજીત સિંઘ સાથે વાતચીત
નવી દિલ્હીઃ દક્ષિણી દિલ્હીના રાધા સ્વામી સત્સંગ વ્યાસમાં બની રહેલા 10 હજાર બેડના સરદાર પટેલ કોવિડ સેન્ટર અને હોસ્પિટલમાં ITBP કેવી વ્યવસ્થા રહેશે. આ વિશે ITBPના ડીજી સુરજીત સિંહે ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે, દિલ્હીમાં કોરોના વાઇરસના વધતા જતા કેસ જોઇને ગૃહ મંત્રાલયે આદેશથી આ હોસ્પિટલ તૈયાર કર્યા છે અને આપણે સારી વ્યવસ્થા અને સારી સારવાર માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. ડીજી સુરજીત સિંહે જણાવ્યું કે, અહીં ITBPના બધા જ સ્પેશિયલ ડૉકટરો અને નર્સિસને બોલાવ્યા છે, જે છેલ્લા 4 મહીનાથી અલગ-અલગ રાજ્યોમાં કોવિડના દર્દીઓની સારવાર કરી રહ્યા હતા.