NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેનો વિશિષ્ટ ઇન્ટરવ્યૂ - one to one
નવાબ મલિકે NCB ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે અને તેમના પરિવાર પર માલદીવ અને દુબઈમાં રિકવરી માટે જવાનો આરોપ લગાવ્યો છે. ETV Bharat એ સમીર વાનખેડે પર લગાવવામાં આવેલ આરોપો વિશે તેમની સાથે વાત કરી હતી. જેમાં સમીર વાનખેડેએ જણાવ્યું કે "મેં ડ્રગ્સ સામે કાર્યવાહી કરી છે તેથી મને અને મારા પરિવારને નિશાન બનાવવામાં આવી રહ્યા છે." હું માલદીવ ગયો હતો પરંતુ મારા પરિવાર અને બાળકો સાથે ફરવા ગયો હતો. એ પણ હું સત્તાવાર પરવાનગી મળ્યા પછી ગયો હતો.