જૂનાગઢના ચુલડી ગામે દંપતીએ ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવ્યું - ex sarpanch suicide news
જૂનાગઢઃ માળીયાહાટીના ચુલડી ગામે પૂર્વ સરપંચ અને તેમના પત્નીએ ઝેરી દવા પીને જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પત્નીનું ઘટના સ્થળે જ મોત થયું છે. જ્યારે પતિને સારવાર અર્થે કેશોદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમનું પણ મોત થયાની વિગતો સામે આવી છે. આ બનાવની જાણ થતાં માળીયા પોલીસ હોસ્પિટલ પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં કારણ અકબંધ છે.
Last Updated : Jan 15, 2020, 1:57 PM IST