ભાજપમાં જોડાયા બાદ પણ કોંગ્રેસે પાયેલી ગળથૂથી કોંગી નેતાઓમાં યથાવત, જુઓ વીડિયો... - મોરબી ન્યૂઝ
મોરબીઃ મોરબી વિધાનસભાની પેટા ચૂંટણીના ધમધમાટ વચ્ચે શનિવારે કોંગ્રેસના 70થી વધુ કાર્યકરોએ પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયા હતા. જેમાં આ તમામ લોકોને શનિવારના રોજ ભાજપનો ખેસ પહેરવામાં આવ્યો હતો. ત્યારે મૂળ કોંગ્રેસી નેતા બ્રિજેશ મેરજા પણ ભાજપ સાથે જોડાયા હતા. પત્રકાર સાથેની વાતચીતમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાની જીભ લપસી હતી અને હાલ ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગણાવ્યા હતા. આ જોઇને એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસમાંથી પક્ષપલટો કરનારા નેતાઓને કોંગ્રેસે પાયેલી ગળથૂથીનો કરંટ હજુ યથાવત છે.