થરાદ ખાતે EVM મશીન ડિસ્પેચ કરાયા - Etv Bharat news
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠા: થરાદ વિધાનસભાની પેટા ચૂંટણી માટેનું મતદાન 21 ઓક્ટોબરે છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી અધિકારી દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. થરાદની સરકારી કોલેજમાંથી EVM અને VVPAT મશીન સહિતની મતદાનની સામગ્રી થરાદના 260 મતદાન કેન્દ્રો ઉપર સરકારી બસો દ્વારા રવાના કરાયા છે. થરાદના 260 મતદાન કેન્દ્રો પર 286 પ્રિસાઈડીગ ઓફિસર તેમજ 168 માઈક્રોઓબ્ઝર્વ તેમજ 320 મહિલા કર્મચારીઓને ફરજ પર મુકવામાં આવ્યા છે. થરાદના 55 અતિ સંવેદલશીલ મતકેન્દ્રો ઉપર વેબ કેમેરા દ્વારા મતદાનનું રેકોર્ડિંગ કરવામાં આવશે. જો કે આજે સાંજ સુધીમાં તમામ મતદાન કેન્દ્રો ઉપર ચૂંટણી ઉપર તૈનાત કરવામાં આવેલા કર્મચારીઓ પહોંચી જશે. મતદાન સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ, હોમગાર્ડ અને અર્ધ સૈનિકદળના કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે.