પાટણ નગરપાલિકાની ચૂંટણી માટે EVMની ફાળવણી કરાઈ - સ્થાનિક સ્વરાજ ચૂંટણી
પાટણ: પાટણ નગરપાલિકાની 28 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે વહીવટ તંત્ર દ્વારા તમામ તૈયારીઓને પૂર્ણ કરવામાં આવી છે, ત્યારે શનિવારે પાટણ યુનિવર્સિટીના BBA ભવન ખાતેથી EVM અને ચૂંટણીલક્ષી સામગ્રી ચૂંટણી કામમાં રોકાયેલા કર્મચારીઓને સુપ્રત કરવામાં આવી હતી. આ અંગે ચૂંટણી અધિકારી સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, 112 મતદાન મથકો માટે 112 EVM સાથેની ટીમો જે તે મતદાન મથકો પર તૈનાત કરાઈ છે.