લોકડાઉન ખુલ્યા બાદ પણ પોરબંદરના રેકડીધારકો પરેશાન, સાંસદને આપ્યું આવેદનપત્ર - પોરબંદર મનપા
પોરબંદરઃ શહેર નગરપાલિકા દ્વારા શહેરના રસ્તા ઉપર ઊભી રાખેલી રેકડીઓ લોકડાઉનના સમયમાં સેનિટાઈઝ કરવાના બહાને ઉપાડવામાં આવી હતી. લોકડાઉન દરમિયાન રેકડી ધારકોએ સહયોગ આપ્યો હતો, અને તેમની રેકડીઓ ઉપાડી લીધી હતી. પરંતુ લોકડાઉન ખુલ્યું ત્યાર બાદ નગરપાલિકાએ જે તે સ્થળો પર રેકડી રાખવાની મનાઈ ફરમાવતા રેકડી ધારકો રોષે ભરાયા છે. આ બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકને પણ આવેદનપત્ર પાઠવી ગરીબ લોકોની રોજીરોટી છીનવાઇ ન જાય તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. સાંસદ રમેશભાઈ ધડુકે આ બાબતે તપાસ કરી યોગ્ય નિર્ણય લેવા જણાવ્યું હતું.