બોલિવુડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર સાથે etv ભારતની ખાસ વાતચીત - બોલિવૂડ ન્યૂઝ
અમદાવાદ: ઓવરસીઝ એજ્યુકેશનના ઉદ્ઘાટન પ્રસંગે બૉલીવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકર હાજર રહી હતી. તે દરમિયાન અભિનેત્રીએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, "મને આનંદ છે કે આ સેન્ટર અમદાવાદમાં ઊભું થયું છે અને તેના લીધે વિદેશમાં અભ્યાસ કરવા માંગતા છોકરાઓને જ્ઞાન આધાર અને અપ ટુ ડેટ માહિતી મળી રહેશે." નોંધનીય છે કે, અભિનેત્રી ભૂમિ પેડનેકરની કરિયરમાં અત્યાર સુધીમાં સામાજિક મુદ્દાઓ પર આધારિત ફિલ્મો કરી છે. તેમાની મોટા ભાગની ફિલ્મો સફળ રહી છે. ભૂમિએ બોલિવૂડ કરિયરની શરૂઆત સોશિયલ ઇસ્યુ બેઝડ ફિલ્મ ‘દમ લગા કે હૈસા’ કરી હતી. ત્યારબાદ 'ટોયલેટ એક પ્રેમ કથા', 'બાલા', 'શુભ મંગલ સાવધાન' જેવી ફિલ્મો કરી છે અને ત્યારબાદ ડિસેમ્બરનાં પહેલા વીકમાં ‘પતિ પત્ની ઓર વો’ જે એક લાઈટ કોમેડી હતી. ફિલ્મમાં ભૂમિ કાર્તિક આર્યન અને અન્યયા પાંડે સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળી હતી.
Last Updated : Feb 21, 2020, 5:02 PM IST