નેશનલ એવૉર્ડ વિનિંગ, મ્યુઝિક ડિરેક્ટર અને કમ્પોઝર અમિત ત્રીવેદી સાથે etv ભારતની ખાસ વાતચીત - અમિત ત્રીવેદી સાથે etv ભારતની ખાસ વાતચીત
અમદાવાદઃ ઈ ટીવી ભારતે અમિત ત્રીવેદી સાથે વાત-ચીત કરી છે. અમિત ત્રીવેદી ફેન-ફેસ્ટ ફાયનલ પહેલાં 'એકતારા', 'લંડન ઠુમકતા' જેવા બોલીવુડના ગીતો પર પર્ફોમન્સ આપવાના છે.'મનમર્ઝિયાં', 'ઉડતા પંજાબ', 'દેવ ડી', 'લવ શવ ટે ચિકન ખુરાના' અને 'ક્વીન' જેવી પંજાબી બેકગ્રાઉન્ડમાં આકાર લેતી સફળ બોલિવૂડ ફિલ્મોમાં ઉત્તમ કક્ષાનું પંજાબી સંગીત પીરસનાર અમિત ત્રીવેદી ગુજરાતી પરિવારમાંથી આવે છે. અમિત ત્રીવેદી અત્યારસુધી અનેક બોલિવુડ ફિલ્મોમાં તેના અમૂલ્ય સંગીતનો જાદૂ પાથરી ચૂક્યા છે. ગત વર્ષે 2018માં અમિત ત્રિવેદીએ કુલ 9 હિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. વર્ષ 2009માં આવેલી ફિલ્મ 'દેવ ડી' માટે અમિત ત્રિવેદીને બેસ્ટ સંગીતકારનો નેશનલ એવોર્ડ અને સાથે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.
Last Updated : Oct 19, 2019, 8:03 PM IST