'વાયુ'ના ખતરા વચ્ચે વાઘાણીએ સોમનાથમાં કરી પૂજા, જુઓ ખાસ વાતચીત - veraval
ગીર સોમનાથ: 'વાયુ' વાવાઝોડું વેરાવળથી દૂર ગતિ કરી રહ્યું હોવા છતાં તેની આસપાસ બનેલા ઔરાના કારણે ગીરસોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં અન વેરાવળમાં ભારે વરસાદ અને પવનના કારણે જનજીવન ખોરવાયું છે. આ પરિસ્થિતિની સમીક્ષા કરવા અને રાહતકાર્યોમાં મદદ કરવા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સોમનાથ આવ્યાં છે. વાઘાણીએ ઇટીવી ભારત સાથેની વાતચીતમાં લોકોને સરકાર દ્વારા સત્તાવાર જાહેરાતના થાય ત્યાં સુધી સલામત સ્થળ ન છોડવા અનુરોધ કર્યો હતો. આ સાથે જ વાઘાણી આ આપદામાંથી મુક્તિ મળે તે માટે સોમનાથ મહાદેવની પૂજા કરી હતી.