રાજકોટમાં કોરોનાના કેસ મુદ્દે કોંગી ધારાસભ્યો સાથે ETVની ખાસ વાતચીત - ETV BHARAT સાથે ખાસ વાતચીત
રાજકોટ: શહેર અને જિલ્લામાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઇને રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ છેલ્લા ત્રણ દિવસથી રાજકોટમાં છે. ત્યારે શુક્રવારના રોજ કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા અને લલિત વસોયા ચાર-ચાર તાલુકા વચ્ચે એક કોવિડ સેન્ટર ચાલુ કરવા માટે આરોગ્ય સચિવને રજૂઆત કરવા માટે રાજકોટ ખાતે દોડી આવ્યા હતા. સમગ્ર મામલે કોંગી ધારાસભ્યો સાથે ETV BHARATએ ખાસ વાતચીત કરી હતી.