મહીસાગરમાં કોરોના વાઇરસ સામે રક્ષણાત્મક પગલાના લેવા તંત્ર સજ્જ - મહીસાગરમાં કોરોના વાઇરસ
લુણાવાડા: સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાઇરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ત્યારે મહીસાગર જિલ્લા કલેક્ટર આર.બી.બારડના માર્ગદર્શન હેઠળ અને જિલ્લાના વિકાસ અધિકારી નેહા કુમારીના નેતૃત્વમાં લુણાવાડા ખાતે ડૉક્ટર-8, આઇસોલેશન બેડ-23, વેન્ટિલેટર-1ની વ્સવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત સંતરામપુરમાં ડૉક્ટર-6 અને આઇસોલેશન બેડ-6ની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે બાલાસિનોર ખાતે ડૉક્ટર-6, આઇસોલેશન બેડ-4 અને વીરપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડૉક્ટર-3 ખડેપગે રાખવામાં આવ્યા છે.