ETV EXCLUSIVE : જાણો શા માટે સોમનાથમાં હવે દર્શન નહિ થઈ શકે... - Somnath news
ગીર સોમનાથ : વૈશ્વિક મહામારી કોરોનાના કારણે પ્રથમ જ્યોતીર્લીંગ એવા સોમનાથ મહાદેવનું મંદિર 19 તારીખે સાયમ 7 વાગ્યાની આરતી બાદ દર્શનીર્થીઓ માટે બંધ કરાયું છે. હાલ તારીખ 31 માર્ચ સુધી યાત્રીકોને પ્રવેશ નહી આપવામાં આવે. તેમજ મંદિરમાં ત્રણ પ્રહરની પુજાઓ આરતીઓ યથાવત સમયે થશે. તો વિશ્વભરમાં ભાવિકોને ઈન્ટરનેટના માધ્યમથી સોશિયલ મીડીયા દ્રારા દર્શન આરતી કરી શકાય તેવી વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટ દ્રારા કરવામાં આવી છે. આ સમયે સોમનાથની સુરક્ષા તમામ સ્તરે સઘન રખાય છે, જે યથાવત રહેશે.