અરવલ્લીમાં જિલ્લા કલેક્ટર દ્વારા રોજગાર વેબિનારનું આયોજન કરાયું - Aravalli District Collector
અરવલ્લીઃ કોરોના વાઈરસના પગલે ડિજિટલ ટેકોનોલોજીનો ભરપુર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ત્યારે રાજ્યમાં સૌ પ્રથમવાર અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા રોજગાર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના યુવાનોને UPSC તેમજ GPSCની પરિક્ષા અંગે જાણકારી આપવામાં આવી હતી. આ વેબિનારમાં મોડાસા પ્રાંત અધિકારી મયંક પટેલ પણ જોડાયા હતા અને UPSC તેમજ GPSCની તૈયારી કેવી રીતે કરવી અને કેવા પ્રકારના સાહિત્ય વાંચવા તે અંગે યુવાનોને જાણકારી આપી હતી.