વલસાડના ડેપ્યુટી કલેક્ટર જ્યોતિબા ગોહિલના અણધાર્યા ચેકીંગમાં માસ્ક વગરના સરકારી બાબુઓ ઝડપાયા
વલસાડમાં સરકારી કચેરીઓમાં અધિકારીઓ દ્વારા સોશીયલ ડિસ્ટન્સનું પાલન થાય છે કે કેમ તે ચેક કરવા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન, સીટી પોલીસ સ્ટેશન, તાલુકા પંચાયત, માર્ગ મકાન કચેરી તેમજ જીલ્લા પંચાયતની અંદર ઓચિંતુ ચેકિંગ હાથ ધરાયું હતું. આ કાર્યવાહીને પગલે સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ડેપ્યુટી કલેક્ટર દ્વારા સોશીયલ ડિસ્ટન્સ ન જાળવતા અને માસ્ક ન પહેરેલ સરકારી બાબુઓને એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત કેટલીક કચેરીઓમાં કર્મચારીઓ બિન્દાસપણે ગપ્પા મારતા પણ ઝીલાઈ ગયા હતા તો કેટલાક લોકોના રજિસ્ટર ચેક કરવામાં આવતા રજિસ્ટરમાંએન્ટ્રી જોવા મળી પણ કર્મચારીઓ ગાયબ હતા. ઓચિંતી લેવામાં આવેલી આ વિઝીટમાં ડેપ્યુટી કલેક્ટર જ્યોતીબા ગોહિલને સરકારી કચેરીનું વાસ્તવિક ચિત્ર જોવા મળ્યું હતું.