ઓખા PGVCL કચેરીની બેદરકારી, ફરી એક કર્મચારી ગંભીર રીતે ઘાયલ - ઘાયલ
દેવભૂમિ દ્વારકા: ઓખા PGVCL કચેરીની બેદરકારીને કારણે ફરી એક વખત કર્મચારી હીરાભાઈ ચાનપા વિજ પોલ ઉપર કામ કરતા સમયે અચાનક વિજ પાવર ચાલુ થઇ જતા કર્મચારી ગંભીર ઈજા થતાં નીચે પટકાયા હતા. જો કે, સદનસીબે તેમની જાન બચી ગઇ, પરંતુ પગ અને કમરના ભાગે ગંભીર ઇજા થતા કર્મચારીને પ્રથમ મીઠાપુર ત્યાર બાદ રાજકોટ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.