વડોદરામાં મહેસૂલી કર્મચારીઓએ અચોક્કસ મુદ્દતની હડતાળ પર - વડોદરા ન્યુઝ
વડોદરા: જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓની ઘણા સમયથી 17 પડતર માગણીઓ બાબતે મહામંડળ દ્વારા સરકારમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં પ્રશ્નો પ્રત્યે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જેના પગલે રાજ્યના મહેસૂલી કર્મચારી વર્ગ-3ના તમામ કર્મચારીઓ 9 ડિસેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યાં છે. જો મહેસૂલી કર્મચારીઓની માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી આ હડતાળ ચાલુ રહેશે. બુધવારે કલેકટર કચેરી ખાતે મહેસુલી કર્મચારીઓએ ભગવાન સત્યનારાયણની કથા યોજી સરકારને સદબુદ્ધિ આપે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી છે. 12 ડિસેમ્બરે રાજ્યના મહેસુલી વર્ગ-૩ના સમગ્ર કર્મચારીઓ ગાંધીનગર ખાતે પહોંચી સરકાર સામે વિરોધ નોંધાવશે.