શુક્રવારે બનાસકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ- ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે - પાલનપુરના તાજા સમાચાર
બનાસકાંઠા: જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી શુક્રવારે યોજાશે. 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થયા બાદ આ ચૂંટણી યોજાશે. જો કે, કોંગ્રેસ પાસે અત્યારે બનાસકાંઠા જિલ્લા પંચાયતની સત્તા છે અને તેને બચાવવા કોંગ્રેસ પ્રયાસ કરી રહ્યું છે. આ અંતર્ગત ગુરુવારે કોંગ્રેસના 36 સભ્યોને અજ્ઞાત સ્થળે લઇ જવાયા છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ભાજપ પાસે 30 સભ્યોનું સંખ્યાબળ છે અને કોંગ્રેસ પાસે 36 સભ્યોનું સંખ્યાબળ છે. જેથી ભાજપ સત્તા મેળવવા તનતોડ મહેનત કરી રહ્યું છે. આવતીકાલે અને શુક્રવારે કાનુભાઈ મહેતા હોલમાં 1 વાગ્યે આ મતદાન થવાનું છે.