વડોદરામાં પેટા ચૂંટણી માટે યોજાશે મતદાન
વડોદરાઃ વોર્ડ નંબર 13ની એક બેઠક માટે મંગળવારે પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. શહેરમાં વોર્ડ નંબર 13માં આવેલા 77 બુથ પર ચૂંટણી યોજાઈ છે. ચૂંટણીમાં કુલ 62444 મતદારો નોંધાયેલા છે, જેમાં 31320 પુરુષ અને 31105 સ્ત્રી તેમજ 9 સર્વિસ વોટર્સ સામેલ છે. કોંગ્રેસમાંથી દેવાંગ ઠાકોર અને ભાજપમાંથી ગોપાલ ગોહિલ વચ્ચે કાંટાની ટક્કર થશે. મંગળવારના રોજ મતદાન યોજાયા બાદ બરોડા હાઇસ્કૂલ ખાતે સ્ટ્રોગરૂમમાં EVM માટે લોખંડી બંદોબસ્ત છે. મતદાન પ્રક્રિયા માટે 500 જેટલા કર્મચારીઓને ફરજ બજાવી રહ્યા છે. 24 ઓક્ટોબરે મત ગણતરી હાથ ધરાશે.