ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભાદર નદીના કાંઠે આઠ જેટલી ટીટોડી મૃત હાલતમાં મળી આવી - Rajkot District Collector Remya Mohan

By

Published : Jan 11, 2021, 3:33 PM IST

રાજકોટ : સમગ્ર દેશ પર કોરોના મહામારી ધીમે ધીમે ઘટતી જોવા મળી રહી છે. ત્યારે હાલ બર્ડ ફ્લુનો ખતરો પણ મંડરાઇ રહ્યો છે. રાજકોટ જિલ્લાના ગોંડલ પાસે આવેલા શિવરાજ ગઢ ગામે આવેલી ભાદર નદીના કાંઠે આઠ જેટલી ટીટોડી મૃત હાલતમાં મળી આવી હતી. ત્યારે સમગ્ર મામલે ટીટોડીનો મૃત્યુનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોટમ પણ કરવામાં આવશે. ત્યારે જ સાચું કારણ જાણવા મળશે.રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, બર્ડ ફ્લુને લઈને હાલ તંત્ર એલર્ટ છે. બર્ડ ફ્લુને લઈને હાલ રાજકોટ જિલ્લાની તમામ પોલ્ટ્રી ફાર્મ પર ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમજ જે ભાદર નદીના કાંઠે આઠ જેટલી ટીટોડી મૃત હાલતમાં મળી આવી હતી. તેમના પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ તેમના મૃત્યુનું સાચુ કારણ સામે આવશે.

ABOUT THE AUTHOR

...view details