પાટણમાં એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનો પ્રારંભ - patan news
પાટણ: જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે બે દિવસીય જિલ્લા કક્ષાના શૈક્ષણિક નવીનતા સંશોધન મેળાનું જિલ્લા કલેક્ટરે ઉદ્ઘાટન કર્યું હતું. વર્તમાન યુગમાં શિક્ષણ પદ્ધતિમાં ફેરફારો થઈ રહ્યાં છે. ત્યારે પાટણ જિલ્લાની પ્રાથમિક શાળાઓના શિક્ષકોએ કરેલા સંશોધાત્મક વિષયોને લગતા શૈક્ષણિક સંશોધન અંગેનો મેળો યોજાયો હતો. જેમાં 51 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. શિક્ષણમાં ટેક્નોલોજીનો વિનિયોગ, ભાર વિનાનું ભણતર, નિયમિત શાળાએ આવવું જેવા વિષયોના સ્ટોલની મુલાકાત જિલ્લા કલેક્ટર આનંદ પટેલે લીધી હતી. જ્યાં શિક્ષકોએ તૈયાર કરેલા પ્રોજેક્ટ્સ અંગેની જાણકારી આપી હતી.