ગુજરાત

gujarat

ETV Bharat / videos

અરવલ્લીના બાયડ ખાતે શિક્ષિત યુવા બેરોજગાર સમિતિએ મિટિંગ યોજી - યુવાનો આંદલોન

By

Published : Aug 29, 2020, 4:29 PM IST

અરવલ્લી: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પરીક્ષા આપી ચુકેલા ઉમેદવારો સરાકરી નોકરીથી વંચીત છે. અંદાજે 74 જેટલા સરકારી વિભાગો ભરતી અંગે કોઈ કાર્યવાહી ન થતા હવે યુવાનો આંદલોન કરવાનું વિચારી રહ્યા છે. જિલ્લામાં બાયડ ખાતે સમિતિ દ્વારા સરકારને ઘણી વખત આવેદનપત્ર પણ આપવામાં આવ્યા છે. સરકાર દ્વારા આ અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ આંદોલનના ભાગરૂપે સમિતિ દ્વારા ગુજરાતના દરેક જિલ્લાઓમાં દરેક ઉમેદવારોને રૂબરૂ મળીને એક મિટિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંગેની બેઠકનું બાયડમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં દિનેશ બાંભણિયા, રાજન ઠકકર, રોહિત માળી તથા સમિતિના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ ભાગ લીધો હતો. સમિતિ દ્વારા સરકારને છેલ્લી વખત 31 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો સરકાર 31ઓગસ્ટ સુધી આ બધી માંગણી ઉપર ધ્યાન નહીં આપે તો 31 તારીખ પછી ગાંધીનગરમાં ગમે ત્યારે આખા ગુજરાતના ઉમેદવારોને બોલાવીને આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

ABOUT THE AUTHOR

...view details