મોરબીના શિક્ષિત બેરોજગાર યુવાનો પેટા ચૂંટણીમાં ઝંપલાવશે
મોરબી: વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં મોરબીના શિક્ષિત બેરોજગાર યુવાનો પણ ચૂંટણીમાં ઝંપલાવશે. જેની તૈયારીના ભાગ રૂપે 124 ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. રાજ્યના GPSC, LRD સહિતની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો પોસ્ટીંગ માટે લડત ચલાવી રહ્યા છે. છતાં સરકાર આંખ આડા કાન કરતી હોય, જેથી હવે શિક્ષિત બેરોજગારોએ પેટા ચૂંટણીમાં ઝંપલાવવા કમર કસી છે. આજે મંગળવારે મોરબીમાં 124 ઉમેદવારી ફોર્મ ઉપાડવામાં આવ્યા છે અને ઓનલાઈન 58 સહિત કુલ 182 ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રહેશે. દિનેશ બાંભણીયાની આગેવાનીમાં શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના યુવાનો આજે મોટી સંખ્યામાં પેટા ચૂંટણીના ફોર્મ લેવા તાલુકા સેવા સદને ઉમટી પડ્યા હતા.