ગુજરાત

gujarat

ETV Bharat / videos

પાટણ પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા - Earthquake in Gujarat

By

Published : Jun 15, 2020, 12:48 AM IST

પાટણઃ કચ્છના ભચાઉ નજીક રવિવારે સાંજે એકાએક ધરતીકંપના આંચકા આવતા તેની અસર પાટણ જિલ્લાના રણકાંઠાના ગામોમાં પણ જોવા મળી હતી અને ધરતીકંપથી ધરા ધ્રુજી ઉઠતા લોકો ભયભીત બન્યા હતા અને ઘરોની બહાર દોડી આવ્યા હતા. સમગ્ર રાજ્યમાં 26મી જાન્યુઆરી 2001ના રોજ સવારના સમયે ભૂકંપ આવ્યો હતો. ત્યારે આજે 19 વર્ષ પછી સમગ્ર રાજ્યમાં રાત્રે 8 કલાકે ફરીથી ધરા ધ્રુજી ઉઠી હતી. પાટણ સહિત રાજયના મોટા ભાગના જિલ્લાઓમાં ધરતીકંપની અસર જોવા મળી હતી. જિલ્લાના રાધનપુર, સાંતલપુર, વારાહી, સમી તાલુકાઓમાં ભૂકંપના આંચકા અનુભવાય હતા. ભૂકંપને કારણે ગ્રામ્ય વિસ્તારોના મકાનોમાં તિરાડો પડી હતી.

ABOUT THE AUTHOR

...view details