જામનગરમાં ધરા ધ્રુજી, ભૂકંપથી લોકો ભયભીત - earthquake
જામનગર: રવિવાર મોડી સાંજે રાજ્યમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. જામનગરમાં પણ સાંજે 8.14 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. શહેરના લોકો બિલ્ડીંગઓ અને સોસાયટીમાંથી ઘરની બહાર નીકળી ગયા હતા. જામનગર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જામનગરમાં અનુભવાયેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.7 નોંધાઇ છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ કચ્છનું ભચાઉ નોંધાયું છે.