જામનગરમાં 10 દિવસમાં 520 વાહન ચાલકોને ઇ મેમો - Vehicles
જામનગર : ઇ મેમો ચલનની કામગીરી ૧૫ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 520 વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે. ખાસ કરીને જો મેમો કઇ રીતે વાહન ચાલકને ફટકારવામાં આવે છે તેમાં જો ચાલક ચાલુ વાહને ફોન પર વાતચીત કરતો હોય તેમજ ત્રિપલ સવારીમાં હોય તેવા લોકોને આ દંડ ફટકારવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે જામનગર પોલીસે છેલ્લા દસ દિવસમાં 520 લોકોને ઇ મેમો મોકલ્યો છે. જેમાંથી 38 લોકોનો ઇમેમો ભરાઇ ચુક્યો છે. આ તકે પોલીસે અત્યાર સુધીમાં કુલ 14400નો દંડ વસૂલ્યો છે.