પાટણ: જિલ્લામાં DYSOની પરીક્ષા શાંતિમય માહોલમાં યોજાઇ - DYSO વર્ગ-3
પાટણ: ગુજરાત જાહેર સેવા દ્વારા રાજ્યમાં રવિવારે DYSO વર્ગ-3ની પરીક્ષા લેવાઇ હતી. પાટણ જિલ્લાના બે કેન્દ્ર પર ચુસ્ત બંદોબસ્ત હેઠળ શાંતિમય માહોલમાં પરીક્ષા પૂર્ણ થઇ હતી. નાયબ સેક્શન અધિકાર અને નાયબ મામલદાર વર્ગ-3ની જગ્યાઓ ભરવા માટે રાજ્ય સરકાર દ્વારા ભરતી યોજાઇ હતી. પાટણ અને સિદ્ધપુરના 26 પરીક્ષા કેન્દ્રોના 282 બ્લોકમાં પરીક્ષા યોજાઇ હતી. પરીક્ષામાં ગેરરીતિ ના થાય તે માટે CCTV તેમજ પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા યોજાઇ હતી.. જિલ્લાના 2 પરીક્ષા કેન્દ્રો પર 6766 વિધાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું હતું. જેમાં પાટણના 21 અને સિદ્ધપુરના 5 મળી કુલ 26 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં 3588 ઉમેદવારો હાજર રહ્યાં હતાં. જયારે 3178 ઉમેદવારો ગેરહાજર રહ્યાં હતાં.