પંચમહાલ: જિલ્લામાં DYSOની પરીક્ષા યોજાઇ - DYSOની પરીક્ષા
ગોધરા: પંચમહાલના ગોધરામાં ગુજરાત જાહેર સેવાની નાયબ મામલતદાર અને નાયબ સેકશન અધિકારી માટે પરીક્ષા યોજાઇ હતી. જિલ્લાના 14 જેટલા પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષામાં ગેરરીતિ ના થાય તે માટે CCTV તેમજ પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા યોજાઇ હતી. ગોધરા કોલેજના પરીક્ષા સેન્ટર ખાતે પરીક્ષાર્થીઓનો જમાવડો જોવા મળ્યો હતો. શાંતિપૂર્ણ મહોલમાં પરીક્ષા યોજાઇ હતી.