દ્વારકા પોલીસે કરફ્યૂના પાલન માટે લોકોને સમજાવ્યા - દ્વારકા પોલીસ
દેવભૂમિ દ્વારકા: રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. સોમવારે યાત્રાધામ દ્વારકાના પ્રાંત અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી મંગળવારે દ્વારકા પોલીસે રાત્રીના સમયે કરફ્યૂનું પાલન કરવા અને દુકાનોને નિયમોના પાલન કરવાની વિનમ્રતાપૂર્વક જાહેરાત કરી હતી.