દ્વારકા પોલીસે 4 તીર્થ પુરોહિતો પાસેથી 4000 દંડ વસૂલ્યો - દેવભૂમિ દ્વારકા પોલીસ
દેવભૂમિ દ્વારકા: પુરુષોત્તમ માસમાં દ્વારકાના મુખ્ય મંદિર પરિસરમાં રથયાત્રા ઉત્સવ મનાવવામાં આવે છે. શનિવારે આ રથયાત્રા દરમિયાન માસ્ક વગર નીકળેલા તીર્થ પુરોહિતોનો વીડિયો દ્વારકા પોલીસને નજરે પડતાં દ્વારકા પોલીસે 4 પુરોહિતને દ્વારકા પોલીસ સ્ટેશનમાં બોલાવી દરેક પાસેથી 1-1 હાજાર રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. આ સાથે જ દ્વારકા પોલીસે આ તમામ 4 પુરોહિતને કોરોના કાળમાં જવાબદાર રહેવા અંગે સૂચના આપી છે.