દ્વારકા બાર એસોસિએશનની ચૂંટણી યોજાઇ - દેવભૂમિ દ્વારકા ન્યૂઝ
દેવભૂમિ દ્વારકાઃ દ્વારકા બાર એસોસિએશનની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરીની પોસ્ટ માટે ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આપવામાં આવેલી ગાઇડલાઇન મુજબ આ ચૂંટણી યોજાઇ હતી. જેમાં પ્રમુક તરીકે સંજય રાયઠઠ્ઠા તથા ઉપ પ્રમુખ તરીકે સુનિલ જોશી, જ્યારે રામ કૃષ્ણ સેક્રેટરી તરીકે ચૂંટાઇ આવ્યા છે. દ્વારકા બાર એસોસિએશનના કુલ 83 મત્તદારો હતા, જેમાંથી 80 મત્તદારોએ મતદાન કરી અને પોતાના મત્તાધિકારનો ઉપયોગ કર્યો હતો.