વલસાડઃ જૂજવા નજીક ડસ્ટર કારમા લાગી આગ, કોઈ જાનહાની નહીં - news of valsad
વલસાડ: સુરતથી કપરાડા જઈ રહેલા એક વેપારીની કારમાં આજે એટલે કે રવિવારે આગ લાગી હતી. જેથી કારમાં સવાર 4 લોકો સતર્કતા દાખવી કારની બહાર નીકળી ગયા હતા. ઘટના અંગે ફાયરને જાણ કરતાં ફાયરની ટીમ ઘટના સ્થળે દોળી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે.