ખેડાના કેરીયાવી ગામે કરવામાં આવી દશેરાની ઉજવણી - keriya dasera mahotsav
નડિયાદઃ ખેડાના નડિયાદ તાલુકાના કેરીયાવી ખાતે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં દશેરાના દિવસે રાત્રે માતા મહાકાલીનો વેશ ભજવી પૂજા અર્ચના કરી દશેરા ઉજવણીનો પ્રારંભ કરવામાં આવે છે. દશેરાના બીજા દિવસે ગ્રામજનોની રામ રાવણની સેના દ્વારા યુદ્ધ લડવામાં આવે છે. જે પ્રસંગે ગામમાં મેળો પણ યોજાય છે. અસત્ય પર સત્યના વિજયના પર્વ દશેરાએ ઠેર ઠેર આસુરી શક્તિ અને અસત્યના પ્રતીક સમાન રાવણના પૂતળાનું દહન કરી ઉજવવામાં આવે છે. ત્યારે ખેડા જીલ્લાના કેરીયાવી ગામે અનોખી રીતે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવે છે. દશેરાની રાત્રે મહાકાલી માતાનું આખ્યાન ભજવવામાં આવે છે. તેમજ પૂજા અર્ચના કરવામાં આવે છે. તે સાથે દશેરા પર્વની ઉજવણીનો પ્રારંભ થાય છે. આ પ્રસંગે ગામમાં મેળો પણ યોજાય છે.