સુરતમાં લોકડાઉન દરમિયાન પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો - સુરતના તાજા સમાચાર
સુરત: કોરોના વાઇરસના કારણે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં 31 માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ જાહેરાતને પગલે લોકડાઉનનું ચૂસ્તપણે પાલન કરાવવા માટે સુરત પોલીસ સજ્જ જોવા મળી રહીં છે. આ ઉપરાંત લોકડાઉનનો ભંગ કરનારા લોકો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહીથી લઇને વાહનો ડિટેઇન કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહીં છે.