વરસાદી માહોલના કારણે દ્વારકાવાસીઓ ન કરી શક્યાં સૂર્યગ્રહણના દર્શન - latest news of Dwarka
દ્વારકાઃ આજે પૃથ્વીના અનેક વિસ્તારોમાં સૂર્યગ્રહણનો નજારો જોવા મળ્યો હતો, ત્યારે ગુજરાતના પશ્ચિમ છેવાડે આવેલા લોકો યાત્રાધામ દ્વારકામાં સૂર્યગ્રહણના દર્શન કરી શક્યા નહોતા. કારણ કે, ગઇકાલ મોડી રાતથી આખો દિવસ દ્વારકા તાલુકા અને દ્વારકા શહેરમાં વરસાદી માહોલ સાથે વાદળછાયા વાતાવરણ હતું. જો કે, સૂર્યગ્રહણને ધાર્મિક ઘટના સાથે સરખાવીને લોકોએ સૂર્યગ્રહણ પૂર્ણ થયા બાદ ભગવાન દ્વારકાધીશની પૂજા-અર્ચના કરીને ભોજન કર્યુ હતું.