કોરોનાને લઇ વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણી મુલતવી રખાઈ - KHEDA NEWS
ખેડા : કોરોના વાઇરસના વધી રહેલા સંક્રમણને પગલે સ્થિતિની ગંભીરતાને અનુલક્ષીને ચૂંટણી અધિકારીના આદેશ અનુસાર આગામી તારીખ 8 એપ્રિલના રોજ વડતાલ સહિતના છ સેન્ટરો પર યોજાનારી મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડની દસમી સામાન્ય ચૂંટણી હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. જે અંગેની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. મહત્વનું છે કે, વડતાલ ટેમ્પલ બોર્ડ હસ્તક ઘણા મંદિરો આવેલા છે. જેનો વહીવટ કરવા માટે દર 5 વર્ષે ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજવામાં આવે છે.
Last Updated : Mar 24, 2020, 2:44 AM IST