'મહા' વાવાઝોડાના પગલે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પડાયું - maha cyclone
દેવભુમી દ્વારકાઃ કલેકટર દ્વારા "મહા" વાવાઝોડાના પગલે તંત્ર દ્વારા એલર્ટ અપાયા બાદ સાવચેતીના પગલાં રૂપે જાહેરનામું બહાર પડાવામાં આવ્યુ હતુ. જાહેરનામામાં ગોમતીઘાટ સહિતના દરિયા કિનારે યાત્રિકોને અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તારીખ 8 સુધી આ જાહેરનામાનો અમલ થશે અને ત્યાં સુધી શિવરાજપુર બીચ ગોમતીઘાટ સહિત વિસ્તારોમાં યાત્રિકોને આવવાની મનાઇ કરવામાં આવી છે. આ નિર્ણય યાત્રિકોની સલામતી માટે તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. ગોમતીઘાટ સહિતના વિસ્તારોમાં સુરક્ષા જવાનો તૈનાત કરી દેવાયા અને યાત્રિકોને તમામ સ્થળો પરથી દુર રહેવાની સૂચના અપાઈ છે.