'મહા'ની અસર, ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે લગ્ન મંડપ તૂટી પડયો - wedding-tent-collapsed
સુરતઃ "મહા"વાવાઝોડાનું સંકટ ગુજરાત પરથી ટળ્યુ છે. પરંતુ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જેની અસર મોડીરાતથી સુરતમાં જોવા મળી હતી. ભારે વરસાદ અને પવનના કારણે સુરતના લિંબાયત વિસ્તારમાં લગ્ન મંડપ તૂટી પડ્યો હતો. અગિયાર વાગ્યે લગ્ન મંડપમાં નિકાહ અને ભોજન સમારંભનો કાર્યક્રમ ચાલતો હતો. જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.