રાજકોટમાં ભારે વરસાદના કારણે 20થી વધુ ગામને જોડતો માર્ગ થયો બંધ - પચીસ ગામને જોડતો માર્ગ
રાજકોટઃ જિલ્લાના 25 ગામ આટકોટ, સાણથલી અને વાસાવડને જોડતો રસ્તો વરસાદના કારણે બંધ થયો. પાંચવડા અને જીવાપર ગામ વચ્ચે આવેલ નવા પુલનું કામ શરૂ કરવા માટે તંત્રએ પુલ તોડી પાડ્યો છે. પુલની બાજુમાથી કાઢવામાં આવેલા ડાયવર્ઝનમાં વરસાદના પાણી ભરાતા ધોવાયો ગયો છે અને રસ્તો બંધ થતા અનેક વાહન ચાલકો ફસાયા ગયા હતા. વાહન ચાલકોએ તંત્ર દ્વારા તાકિદે રોડ શરૂ કરવાની માગ કરી છે.