ખાંભામાં ભારે વરસાદના કારણે 4 મકાનો થયા ધરાશાયી - heavy rains in Khambha
અમરેલીઃ જિલ્લાના ખાંભા તાલુકામાં ધોધમાર વરસાદના કારણે સ્થાનિકો ભારે હાલાકી વેઠી રહ્યાં છે. 8 થી 10 ઈંચ વરસાદ ખાબકતાં ભગવતી વિસ્તાર સંપર્ક વિહોણું થયું હતું. તેમજ 4 મકાનો ધરાશાયી થયા હતાં. ધાતરવડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા પૂલ પરથી પાણી વળ્યા હતાં. જેના કારણે ખાંભા ઉના સ્ટેટ હાઇવે પર વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો.