ખેડા જિલ્લાના તાલુકાઓમાં કોવિડ-19 વેક્સીનેશનની ડ્રાય રન યોજાઈ - કોરોનાનાસમાચાર
ખેડા : જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. એસ.એમ.દેવના માર્ગદર્શન મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તાલુકાઓમાં વેક્સિન માટે જરૂરી તમામ તૈયારીઓ થઈ ગઈ છે. તેમજ જિલ્લામાં છેવાડાના માનવી સુધી રજિસ્ટર થયેલા તમામને વેક્સિન મળે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંગેનો રૂટ પણ તૈયાર થયો છે.રસીકરણની પ્રક્રિયામાં 11,221 હેલ્થ કેર કર્મચારી કામ કરશે. 1918 PHC સેન્ટરો ઉપર, 81 આઈસ લાઈફ રેફ્રિજરેટર, ગામડાઓમાં વેક્સિન પહોંચાડવા વેક્સિન કેરિયર પણ તૈયાર છે. 87 ડીપ ફ્રીજ તૈયાર રાખવામાં આવ્યાં છે. 4,70,192 વ્યક્તિઓ 50 વર્ષની ઉપરના રજિસ્ટર થયા છે. તેમજ જે ટેમ્પરેચર ઉપર વેક્સિન રાખવાની છે. તેને મેન્ટેન પણ કરવામાં આવી રહ્યું છે.આ તકે તાલુકા આરોગ્ય અધિકારી, હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરના ડોક્ટરો, ડ્રાય રન માટે આવેલા વ્યક્તિઓ સહિત મોટી સંખ્યામાં આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.