ગુજરાત

gujarat

ETV Bharat / videos

પ્રાથમિક સુવિધા મેળવવા લોકો દ્વારા ઢોલ વગાડી અનોખી રીતે રજૂઆત કરાઈ - દુધરેજ નગરપાલિકા

By

Published : Mar 5, 2020, 4:14 PM IST

સુરેન્દ્રનગરઃ દુધરેજ નગરપાલિકાના વોર્ડ નંબર 6માં આવેલ પોપટ પરા વિસ્તાર શહેરનો સૌથી જૂનો વિસ્તાર આવે છે. તેમ છતાં આ વિસ્તારમાં રોડ, રસ્તા, પાણી, ગટરની સુવિધાના અભાવે સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે સ્થાનિકોએ અનેક વખત રજૂઆતો કરવા છતાં રહીશોને પાયાની સુવિધા નહીં મળતાં સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી છે. આ મામલે સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસના આગેવાનોએ સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા ઉપર જઇને આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. રહીશો અને કાર્યકરોએ ઢોલ સાથે નગરપાલિકાએ પહોંચીને પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી પાયાગત સુવિધાઓ આપવાની માગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details